વાંસદા-ચીખલી: ગતરોજ 2 વાગ્યા પછી મોડી રાત્રે 2 વાગ્યા પછી મોડી રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે લાંબા વિરામ બાદ ફરી એક વખત વાંસદા-ચીખલીના આદિવાસી વિસ્તારોમાં મેઘમહેર થતાં જ સમગ્ર આદિવાસી ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો.
વીજળીના કડાકા ભડાકા સાથે વાંસદા-ચીખલીમાં મોદી રાતે લગભગ 2 વાગ્યાની આસપાસ તોફાની વરસાદ ખાબક્યો હતો. રોડ અને ખેતરમાં પાણી પાણી થઇ ગયું હતું. અંબાલાલની આગાહી સાચી સાબિત થઇ હતી. વરસાદના લીધે વાંસદા -ચીખલીમાં જે ખેડૂતોને વરસાદી પાણીની પોતાના ડાંગરના પાક માટે ચિંતા સતાવી રાહી હતી તે દુર થઇ ગઈ છે.
આવનારા સમયમાં પણ હજુ વધુ વરસાદ આવવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે જેને લઈને આદિવાસી ખેડૂતોના ચિંતાના વાદળ દુર થયાના દ્રશ્યો જોવા મળે છે. ખેડૂતોના મનની ટાઢકની સાથે વાતાવરણમાં પણ હાલમાં ઠંડક પ્રસરી ગઈ છે.

