રાજપીપળા: આજરોજ સમગ્ર ગુજરાતમાં જન્માષ્ટમીનો તહેવાર ઉજવાય રહ્યો છે ત્યારે રાજપીપળા શહેરની નામાંકિત શાળા શ્રી મહારાજા રાજેન્દ્રસિંહજી વિદ્યાલય રાજપીપળામાં જન્માષ્ટમી પર્વમાં ઉત્સાહભેર વિદ્યાર્થીઓ ભાગ લઈ તહેવારની ઉજવણી કરી હતી.
Decision News ને મળેલી માહિતી મુજબ શાળાના આચાર્ય શ્રી યોગેશકુમાર એમ. વસાવા અને શાળાના શિક્ષક શ્રી રાજેન્દ્રકુમાર વી. પટેલ અને શ્રી સતિષભાઈ બી.ચૌધરીના માર્ગદર્શન હેઠળ વિવિધ પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું. શાળાના વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો. શાળાના વિદ્યાર્થી ભગવાન શ્રી કૃષ્ણના પહેરવેશ કરી નટખટ શ્રી કૃષ્ણ લીલા કરી અને માટલી ફોડવા માટે અલગ અલગ ગ્રુપો બની જન્માષ્ટમીની ઉજવણી કરી હતી.
રાજપીપળામાં જન્માષ્ટમી પર્વની ખૂબ જ ઉત્સાહથી ઉજાવવામાં આવ્યો જેમાં શાળાના બધા જ શિક્ષકોએ ખૂબ સારો સહકાર આપી પ્રસંગને ઉજવવામાં સહકાર આપ્યો આપ્યો હતો

