વાંસદા: આજરોજ યુથ લીડર વાંસદાના ચિરાગ પટેલ દ્વારા દારૂ, ગાંજા, આંકડા અને જુગાર જેવા વ્યસનોના કારણે પારિવારિક પ્રશ્નો ઉભા થાય છે જેને નિવારવા અને યુવા જાગૃતિ માટે અને મહિલાઓના સન્માનમાં વાંસદા મામલતદાર પાસે નશામુક્તિ માટે ધરણા પ્રદર્શનની મંજુરી માંગી છે.

DECISION NEWS ને જાણકારી મળેલ મુજબ નવસારી જિલ્લા તેમજ વાંસદા તાલુદામાં ખુલ્લેઆમ દારૂ ગાજો જેવા નશીલા પદાર્થનું વેચાન થઈ રહ્યું છે. તેમજ આકડા (વરલી મટકા )અને તીનપત્તી જુગારમાં યુવાધન બરબાદ થઈ રહ્યું છે. અને જ્ઞાન સહાયક યોજનાથી યુવાઓનું ભવિષ્ય અંધકારમય થવા જાય રહ્યું છે. તેમજ વાંસદા તાલુકામાં પંચાયતના 5,00,000 (પાંચ લાખ) સુધીના કામો મંડળી કે એજન્સીને ન આપી ગ્રામ પંચાયતમાં સરપંચને મળે એવી વિવિધ માંગો સાથે આ ધરણા પ્રદર્શન કરવામાં આવશે.

આ ત્રણ બાબતોને લઈને વાંસદા તાલુકાના મામલતદાર સાહેબ શ્રી પાસે તારીખ 10-09-2023 ના રવિવારના રોજ સવારે 11-00 કલાકથી અનિશ્ચિત મુદત કાળથી ધરણા પ્રદર્શન મંજુરી માગવામાં માટે લેખિતમાં રજુવાત કરવામાં આવી છે.