વાંસદા: રામકૃષ્ણ સંવેદના ટ્રસ્ટ જે દક્ષિણ ગુજરાતમાં કિશોર સ્વાસ્થ્ય અંગે જાગ્રુતિ ફેલાવી રહ્યું છે. અને આજના જમાનામાં ૧૧ થી ૧૮ વર્ષની ઉંમરની દીકરીઓને શારીરિક, માનસિક, વિકાસમાં ખુબજ સમજવા માટે તકલીફ પડે છે. ત્યારે આજરોજ ચારણવાડા પ્રાથમિક શાળામાં કિશોરી સ્વાસ્થ્ય જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.

DECISION NEWS ને જાણકારી મળેળ મુજબ આજરોજ વાંસદા તાલુકાના ચારણવાડા ગામની પ્રાથમિક શાળામાં કિશોરીઓને સ્વાસ્થ્ય જાગૃતિ માટેનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમા વિશ્વ આરોગ્ય સંસ્થાએ તરુણો માટે ૧૧ થી ૧૮ વર્ષની ઉંમરને વ્યાખ્યાયિત કરી છેવી તરુણ વય ની દીકરીઓને આ ઉમરે આવતા શારીરિક, માનસિક, ભાવાત્મક ફેરફાર અને એના કારણે થતા વર્તન માં ફેરફાર અને એ દરમ્યાન લેવાની થતી કાળજી બાબતે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.

આ કાર્યક્રમ દરમ્યાન રામકૃષ્ણ સંવેદના ટ્રસ્ટ સીતાપુરના ડિમ્પલબેન દ્વાર કિશોર અવસ્થામાં થતાં શારીરિક, માનસિક, વિકાસમાં થતાં ફેરકરો અને કિશોરીઓના સ્વાસ્થ્ય અંગે મુઝવતા પ્રશ્નનો અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું કાર્યક્રમના અંતે બી.એડ ના તાલીમાર્થી શશીકાંત પટેલ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાના આચાર્ય શ્રી ઇન્દ્રજીતસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ સંકેતાબેન અને સોનલબેન દ્વાર કરવામાં આવ્યું હતુ.