વાંસદા: ભારતમાં દર વર્ષે આજના દિવસે 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસ ઊજવવામાં આવે છે. દેશના પહેલા ઉપરાષ્ટ્રપતિ અને પૂર્વ રાષ્ટ્રપતિ, વિદ્વાન, દાર્શનિક અને ભારતરત્નથી સમ્માનિત ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસના ઉપલક્ષ્યમાં આ દિવસ ઊજવવામાં આવે છે. ત્યારે આજરોજ વાંસદા તાલુકાના ખાંભલા વર્ગ શાળામાં શિક્ષક દિનની ઉજવણી કરાઈ.

DECISION NEWS ને જાણકારી મળેલ મુજબ ખાંભલા વર્ગ શાળામાં ધો.૧ થી ૮ના વિદ્યાર્થીઓએ શિક્ષક દિનની ઉજવણી કરી હતી. ઉજવણીના ભાગરૂપે વિદ્યાર્થીઓએ શિક્ષક તરીકેની ભૂમિ અદા કરી હતી અને વિષયવાર, શિક્ષણ આપ્યું હતું. શાળામાં ધો.૧ થી ૮ના કુલ ૩૦ જેટલા વિદ્યાર્થીઓએ શિક્ષક બની શાળા સંચાલન કર્યું હતું. જેમાં આચાર્ય, શિક્ષક, અને પટાવાળા વગેરેનું કાર્ય વિદ્યાર્થીઓએ જાતે સંભાળ્યું હતું. વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને શિક્ષણકાર્ય કરાવ્યું હતું.

આ શાળા આચાર્ય ભાવેશભાઈ ગામીત અને શાળાના શિક્ષક માધુભાઈએ શિક્ષકનું જીવનમાં સ્થાન વિષય પર પોતાનું વકતવ્ય રજૂ કરી વિદ્યાર્થીઓને ડૉ. રાધાકૃષ્ણનના જીવન અને કાર્યોથી પરિચિત કરાવ્યા હતાં અને ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતાં.