વલસાડ: જો સમાજમાં મૂળભૂત પરિવર્તન લાવવું હશે તો તે શિક્ષણ દ્વારા જ લાવી શકાશે, તેવી તેમની દ્રઢ માન્યતા હતી. આજે KRSF વંચિત સમુદાયોને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપીને તેમનું આ સ્વપ્ન સાકાર કરવાનો પ્રયત્ન કરે છે.આ સંસ્થા કોઈપણ જાતના પૂર્વગ્રહ વગર અંતરિયાળ વિસ્તારના વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા વંચિત વર્ગ સાથે તેમના જીવનની ગુણવત્તા સુધારવાના એકમાત્ર આશયથી કામ કરે છે. આ કાર્ય આધુનિક શિક્ષણ પદ્ધતિના વિકાસ તથા ઉપકરણોના પ્રદાન દ્વારા કરવામાં આવે છે. સમાજમાં સમાનતા અને પરિવર્તન લાવવું હશે, તો તે માત્ર પ્રાથમિક કેળવણીમાં પાયાના બદલાવથી લાવી શકાશે
ડૉ. કે. આર. શ્રોફ ફાઉન્ડેશન ગુજરાતના ૧૧ તાલુકાની ૪૨૯ જેટલી શાળાઓમાં ૪૭૯ શિક્ષકો અને કર્મચારીઓ રોકીને શિક્ષણની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો કાર્યો છે. આ કર્યો દક્ષિણ ગુજરતના વલસાડ જિલ્લામાં થાય એ હેતુથી, લોક મંગલમ્ ચેરિટેબલ ટ્રસ્ટ ખોબાના સહયોગથી ધરમપુર તાલુકાના અંતરિયાળ મહારાષ્ટ્રની બોર્ડરને અડીને આવેલ ગામોની શાળાઓ અપગ્રેડ કરવાના હેતુથી ધોરણ ૧ થી ૫ ની ૫ શાળાઓમાં એક નવતર પ્રયોગ દ્વારા એક-એક શિક્ષક રોકવામાં આવ્યા છે. લોકમંગલમ્ ચેરિટેબલ ટ્રસ્ટ ખોબા, વલસાડ જિલ્લના ધરમપુર તાલુકામાં છેલ્લા ૧૬ વર્ષથી વિવિધ વિસ્તારોમાં શિક્ષણ, આરોગ્ય, જન કલ્યાણ, આજીવિકા, કૃષિના ક્ષેત્રોમાં પાયાની કામગીરી હાથ ધરી છે. તેમજ આ સંસ્થા પર્યાવરણની સુરક્ષા કરવા માટે, સામુદાયિક સહભાગિતા દ્વારા જળ સંચયનું અને વૃક્ષારોપણ માટે કાર્ય કરી રહી છે. ત્યારે ધરમપુર તાલુકાની ધોરણ ૧ થી ૫ ની શાળાઓ બંધ ન થઇ જાય એ ચિંતા થતાં લોક મંગલમ્ ચેરીટેબલ ટ્રસ્ટ ખોબાએ, ડો. કે.આર શ્રોફ ફાઉન્ડેશનના સહયોગથી ૫ ગામની શાળાઓમાં ૫ શિક્ષક રોકવામાં આવ્યા છે.
આ શિક્ષકો રોકવાનો મુખ્ય ઉદ્દેશ્ય શાળાઓ અપગ્રેડ થાય અને પોતાના વિસ્તારમાં ધોરણ ૮ સુધીની શાળા થાય અને આ પહાડી વિસ્તારના વિદ્યાર્થીઓને દુર શહેર સુધી અભ્યાસ અર્થે ન જવું પડે અને પોતાના વિસ્તારમાં સારું શિક્ષણ મળી રહે, કારણે કે આ વિસ્તારના વિદ્યાર્થીને દૂર અભ્યાસ અર્થે જવું પડતું હોવાથી કેટલાય બાળકો આર્થિક પરિસ્થિત નબળી હોવાથી ધોરણ ૫ પછી અભ્યાસ છોડી દેતા હોય છે. અને ભવિષ્ય ખરાબ થતું હોય છે. આ ન થાય અને બાળકોનું ઉજ્વળ ભવિષ્ય બને એવી અપેક્ષા સાથે આ શાળાઓ અપગ્રેડ થાય વધુ અન્ય શાળાઓમાં શિક્ષકો રોકી આ શિક્ષણની જ્યોત પ્રગટાવતા રહીએ.

