વાંસદા: ગતરોજ વાંસદાની માનવ સર્જન કેળવણી મંડળ સંચાલિત પ્રજ્ઞા સૌરભ માધ્યમિક શાળા મનપુરના બાળકો નવસારી જિલ્લા રમત વિકાસ અધિકારી દ્વારા આયોજિત વિવિધ સ્પર્ધાઓમાં વિશિષ્ટ પ્રદર્શન કરી જિલ્લા કક્ષાએ છવાઈ ગયા હતા.
Decision News ને મળેલી માહિતી મુજબ નવસારી જિલ્લાકક્ષાની સ્પર્ધાઓમાં અંડર 17 800 મીટર દોડમાં ગાવડા ડિમ્પલ પ્રથમ, બરછી ફેંકમાં જાદવ વર્ષા પ્રથમ, 100 મીટર દોડમાં ત્રીજો તથા અંડર 19 800 મીટર દોડમાં ગાયકવાડ સરીતા પ્રથમ ક્રમ મેળવી શાળા પરિવારનું નામ રોશન કર્યું હતું. તમામ બાળકોનું કોચિંગ ડી.કે.બિરારી, અખતરભાઇ અને એસ.એન.પી.એ કર્યું હતું.
જિલ્લા કક્ષાએ ઉત્કૃષ્ટ દેખાવ કરી હવે રાજ્યમાં પણ શ્રેષ્ઠ પરિણામ મેળવી શાળા પરિવારનું નામ રોશન કર્યું હતું. તમામ બાળકોનું કોચિંગ ડી.કે.બિરારી, અખતરભાઇ અને એસ.એન.પી.એ કર્યું હતું. જિલ્લા કક્ષાએ ઉત્કૃષ્ટ દેખાવ કરી હવે રાજ્યમાં પણ શ્રેષ્ઠ પરિણામ મેળવી આગળ વધવા માટે આચાર્યશ્રી આર.જે થોરાત અને મંત્રીશ્રી કે.બી પટેલે શુભેચ્છા પાઠવી હતી

