આહવા: માનવ આરોગ્ય માટે સૌથી મહત્વની હોય છે સ્વચ્છતા..અને તેનું જ દક્ષિણ ગુજરાતના છેવાડે આવેલી સિવિલ હોસ્પિટલમાં અભાવ જોવા મળ્યો છે અમે વાત કરી રહ્યા છે આદિવાસી દર્દીઓના આરોગ્ય સાથે ગંદકીને લઈને ખિલવાડ કરી રહેલી આહવા સિવિલ હોસ્પીટલની..
Decision News ને મળેલા દ્રશ્યો મુજબ સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં કચરો ફેકતા ઠેર ઠેર કચરાના ઢગ જામ્યા છે. અને ગટરનું ગંદુ પાણી લીકેજ થવાના કારણે ગંદકીનું સામ્રાજય ઉભું થવા પામ્યાના વિડીયો વાયરલ થઇ રહ્યા છે જેના લીધે અહી સારવાર લઇ રહેલા આદિવાસી દર્દીઓને મચ્છર જન્ય રોગ થવાની સંભાવના દેખાય રહી છે. કચરાને લાંબા સમયથી નિકાલ કરવામાં ન આવતા અને વરસાદી પાણી તથા ગટરોમાં ગંદુ પાણી ભરાઈ રહેતાં આસપાસના વિસ્તારમાં ગંદકી ફેલાઇ છે.
હોસ્પિટલની ઓથોરીટી દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી જેના કારણે આદિવાસી લોકોના આરોગ્ય સાથે ખિલવાડ થઇ રહ્યા છે એમ કહેવામાં કશું જ ખોટું નથી. આ બાબતે વહીવટીતંત્ર કે પછી સ્થાનિક નેતાઓ દ્વારા પગલાં લેવામાં આવે એ ખુબ જરૂરી બન્યું છે.

