વલસાડ: આજરોજ વલસાડ તાલુકાના વાંકલ ગામમાં ગેરબધારણીય રીતે જે મેરીટ પોલીમર્સ કંપની દ્વારા ખોટી ખોટી ફરિયાદો કરી અને આદિવાસી લોકોને હેરાન ગતિ કરી રહ્યા હોય જે બાબતે આજે જિલ્લા પોલીસ વડાશ્રી, કોલેક્ટરશ્રી વલસાડ ને ધરમપુરના અપક્ષના સદસ્ય કલ્પેશ પટેલ અને વાંકલ ગામના આગેવાનો સાથે લેખિત ફરિયાદ કરવામાં આવી છે.

મેરિટ પોલિમર કંપની કંપનીમાં રહેતા સિક્યુરિટી ગાર્ડ કંપનીના કેમ્પસ માં દારૂ પી ને પડ્યા રહે છે. અને જે અંગે વિડિયો. સાથેની ફરીયાદ આપતાં ધરમપુર પોલીસે તેમની અટક કરી હતી, અને અગાઉ ગઈ મકરસંક્રાતિના દિવસે પણ તેઓ દારૂપીને અંદરો અંદર ઝગડતા હતા જે અંગે પણ 100 નંબર પર પોલિસ જાણ કરી હતી. અને આવા અસામાજિક તત્વોથી અમારી બહેન દીકરીઓને પણ ભયની ભીતિ સવાઈ રહી છે.

DECISION NEWS ને માહિતી મળેળ મુજબ મેરિટ પોલિમર કંપનીને આપવામાં આવેલ વાંકલ ગ્રામ પંચાયત વતિ બાંધકામ પરમિશન ગ્રામસભામાં રદ કરવામાં આવેલ છે. કંપની પાસે હાલ કોઈ પંચાયત વતી બાંધકામની કોઈ પરમિશન નથી. અને હાલ કંપની ગેર કાયદેસરની બાંધકામ કરી રહેલ છે તેને તાત્કાલિક રીતે અટકાવવું જરૂરી છે તેમ છતાં પૈસા ના જોરે વગ ધરાવતા હોઈ ઉલટા ચોર કોટવાલકો ડાટે તેવી રીતે પોલિમર કંપનીગેરકાયદેસર છતાં વિરોધને ડામી દેવા માટે અમો આદીવાસી સમુદાયને તુચ્છ સમજી ડામી દેવા માટે ખોટા કેશો કરી પોલીસ મારફત હેરાનગતિ કરવામાં આવી રહી છે.