વલસાડ: ગતરોજ વલસાડ જિલ્લાન કપરાડા તાલુકાના સુથારપાડા ગામે ન લોક સભા ન વિધાન સભા સબસે ઉપર ગ્રામ સભા એ ફરી ચરિતાર્થ થયું અને રૂઢિ ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું.

જુઓ વિડીઓ…

DECISION NEWS ને માહિતી મળેળ મુજબ આ રૂઢિ ગ્રામ સભા ના અધ્યક્ષ તરિકે ચેન્દર ભાઈની સર્વાનુ મતે નિમણૂક કરવામાં આવી અને સુથારપાડા ગામે જે જગ્યાની માગણી સરકારશ્રી દ્વારા કરી છે. એમાં અમારા આદિવસી 60 થી વધારે પરિવારો અને 306 થી વધારે લોકો રહે છે. સ્કૂલ છે પાણી પીવાની ટાંકીઓ છે અને અધિકારીશ્રી દ્વારા લખી આપવામાં આવે છે કે અહીં કોઈ માનવ વસ્તી કે સ્કૂલ કે અન્ય જીવન જરૂરી વસ્તુ નથી. સ્થાનિક લોકોને પોલીશ સ્ટેશનની જરૂર નથી. જેથી એ જગ્યા લેવાની વાત કરતા હોય તો એ રૂઢિ ગ્રામ સભાને સ્વીકાર્ય નથી જે બાબત નો ગતરોજ રૂઢિ ગ્રામ સભા માં ઠરાવ કરવામાં આવ્યો અને આગામી 06/09/2023 ના દીને કલેકટરશ્રી, અને મામલતદારશ્રી કપરાડા ને ઠરાવ ની કોપી રૂઢિ ગ્રામ સભા ના અધ્યક્ષ સ્થાને આપવામાં આવે છે.

આ પ્રસગે અપક્ષના સદસ્ય કલ્પેશ પટેલ, ગામના સરપંચશ્રી રજનબેન રાજેશ ભાઈ ગુંબાડી, સામાજિક આગેવાન બીસ્તુ ભાઇ, દેવરામભાઈ, ગમનભાઈ, ભાવુભાઈ થોરાટ, ડૉ.ચુનીલાલ ચૌધરી, રમેશભાઈ જાદવ, મોટી સંખ્યામાં ગ્રામજનો અને આદિવસી સમાજ ના હક અને અધિકાર ની લડાઈ લડતા યોદ્ધાઓ હાજર રહ્યા હતા.