ડાંગ: આજરોજ આહવા જિલ્લા સેવા સદન ખાતે આદિવાસી સંઘર્ષ સમિતિની સમગ્ર ટીમ દ્વારા વિવિધ માંગણીઓ અને 10 થી વધારે મુદ્દાઓ જેમાં હોસ્પિટલ, બેરોજગારી, રસ્તા રીપેર અને સ્કૂલમાં લાઈબ્રેરી બધા યુવાનોના અને બાળકોના મુદ્દા નિરાકરણને લઈને આ ધરણા પ્રદર્શન આયોજન કરવામાં આવું હતું.
DECISION NEWS ને માહિતી મળેળ મુજબ આ ધરણા પ્રદર્શનમાં હાજર રહેલા ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી અપક્ષના સદસ્ય કલ્પેશ પટેલ દ્વારા આદિવાસી સમિતિ ડાંગ જીલ્લા દ્ધારા યોજાયેલો ધરણા પ્રદર્શનને સમર્થન જાહેર કર્યું હતું. અને જો આ માંગણીઓ તાત્કાલિક ધોરણે ચર્ચા કરી નિરાકરણ ન કરવામાં આવે તો મોટી સંખ્યામાં ફરી આ ધરણા કાર્યક્રમ યોજાવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.
આ પ્રસગે વાંસદા અને ચીખલીના આદિવાસી ધારાસભ્યશ્રી અનંત પટેલ, મહારૂઢિ ગ્રામસભાના અધ્યક્ષશ્રી રમેશભાઈ પટેલ, ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ સાથે આદિવાસી સંઘર્ષ સમિતિ ડાંગને સમર્થન આપ્યું હતું.

