વલસાડ: ગતરોજ વલસાડ જિલ્લામાં આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા સમિતી અને તાલુકા સમિતીની મદદથી શહેર નગર પાલિકાનું તમામ સંગઠન મજબૂત વલસાડ AAP પ્રમુખ જયેન્દ્ર ગાંવિતના અધ્યક્ષ સ્થાને એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું.
Decision News ને મળેલી માહિતી મુજબ આ બેઠકમાં અધ્યક્ષ સ્થાન રહેલા જયેન્દ્ર ગાંવિતએ જણાવ્યું કે જિલ્લા સમિતી અને તાલુકા સમિતી દ્વારા શહેર નગર પાલિકાનું તમામ સંગઠન મજબૂત કરવાનું છે અને પ્રદેશના આદેશ મુજબ તિરંગા સભા ગામેગામ સાથે બુથ લેવલ સુધી પહોંચવા માટે જિલ્લા અને તાલુકા લેવલનું કરવામાં આવશે. સાથે જ આવનારી વલસાડ નગરપાલિકાની ચુંટણી લડવાની તૈયારી કરવાની સૂચનાઓ પણ હોદ્દેદારોને આપવામાં આવી હતી.
આ બેઠકમાં વલસાડ જિલ્લા સમિતી હોદ્દેદારો અને તાલુકા પ્રમુખો જેમ કે જીગ્નેશ ગોહિલ, કૌશિકભાઈ, શૈલેશભાઈ ત્રિપાઠી, પંકજભાઈ વકીલ, નીલિમાબેન, કોકીલાબેન શાહી, પ્રકાશભાઈ, રાહુલભાઈ સ્ટેટ મિડિયા ઈનચાર્જ, વસીમ બેલી, યુશુફ ધીરુભાઈ પટેલ, રાજેશ રાઉત, દિવ્યેશ પટેલ, હરીશ પટેલ, વિનોદ ગિરધરિયા, અસરફ઼ લોકસભા ઈનચાર્જ, કેતન પટેલ અને અન્ય હોદેદારો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

            
		








