વાંસદા: આજરોજ વાંસદા તાલુકા હેલ્થ ઓફિસ ખાતે ક્ષયના દર્દીઓને પૌષ્ટિક આહાર ની 60 કીટનુ વિતરણ કરાયું. વાંસદા તાલુકા હેલ્થ ઓફિસમાં આજ રોજ ટી.બી.ના દર્દીઓને પૌષ્ટિક આહાર ની કીટનું વિનામૂલ્યે વિતરણનો વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

Decision News ને મળેલી માહિતી મુજબ આ કાર્યક્રમમાં ટી.બીના દર્દી વ્યસન મુક્ત બને અને દવા સાથે પૌષ્ટિક આહાર લે એવી હિમાયત કરી ટીબી રોગ માટે 2025 નું વર્ષનું લક્ષ રાખીને ટી.બીને નેસ્ત નાબૂદ કરવાની અપીલ ડોક્ટર લોચન શાસ્ત્રી, ડોક્ટર પિનાકીન પટેલ, ડોક્ટર પ્રમોદ પટેલે કરી હતી. સાથે જ ટી.બીના દર્દીઓને ટીબી વિશે ની વિશેષ માહિતગાર કરવામાં આવ્યા હતા. આ સાથે જ ગમનભાઈ પટેલ (ચેરમેન વસુધારા ડેરી) તથા ડોક્ટર લોચન શાસ્ત્રી દ્વારા 60 કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું તે બદલ જિલ્લા ટી.બી અધિકારી તથા તાલુકા હેલ્થ ઓફિસરે તેમનો આભાર માન્યો હતો

આ પ્રસંગે ડોક્ટર પિનાકીન પટેલ (જિલ્લા ટી.બી અધિકારી નવસારી ) ડોક્ટર લોચન શાસ્ત્રી (શ્રી હોસ્પિટલ રાણીફળિયા) વાંસદા ડોક્ટર.પ્રમોદ પટેલ (તાલુકા હેલ્થ ઓફિસર વાંસદા ) તથા ડોક્ટર ભરત પટેલ (RMO કોટેજ હોસ્પિટલ વાંસદા) ની વિશેષ ઉપસ્થિતિમાં આ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.