ચીખલી: શિક્ષણક્ષેત્રમાં હોનહાર અને આર્થિક રીતે પછાત એવા આદિવાસી સમાજના દિકરા- દીકરીના વહારે સમસ્ત આદિવાસી સમાજ અવારનવાર આર્થિક મદદનો હાથ આપતો આવ્યો છે ત્યારે ગતરોજ પણ એક શિક્ષણમાં તેજસ્વી આદિવાસી દીકરીને આર્થિક મદદ કરી હતી.

Decision News ને મળેલી માહિતી મુજબ મહુવા તાલુકાના વહેવલ ગામે છાશ વેચીને ગુજરાન ચલાવતા મહેનતકશ શ્રી દીપકભાઈની હોનહાર દીકરીને મેડિકલ કોલેજમાં એડમિશન મળતા કુટુંબ માટે ખુશીનો માહોલ જોવા મળ્યો. આ દીકરીના ઉજ્જવળ ભવિષ્ય માટે સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજ્ય તરફથી રૂ.10,000 ની રાશી પ્રોત્સાહન રૂપે આપવામાં આવી હતી.

આ પ્રસંગે ડો પ્રદીપ ગરાસિયા, શ્રી જગુભાઈ પટેલ, શ્રી હેમંતભાઈ, શ્રી પ્રદીપભાઈ, ચંદ્રકાંતભાઇ, મુકેશભાઇ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. એવું જાણવા મળ્યું છે કે અત્યાર સુધીમાં સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજ્ય તરફથી 431 હોનહાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહન સ્વરૂપે આર્થિક મદદ કરવામાં આવી છે.