ખેરગામ: ગતરોજ નવસારીના ખેરગામ તાલુકાના છેવાડે આવેલા પાટી ગામમાં જે વર્ષો જુના દવાખાનાને તોડી પાડી ગ્રામજનોના આરોગ્યને વધુ બહેતર બનાવવા માટે નવું દવાખાનાના બાંધકામ માટે ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલના હસ્તે ખાર્તમૂહર્ત કરવામાં આવ્યું હતું

જુઓ વિડીયો..

Decision News ને મળેલી માહિતી મુજબ પાટી ગામના આયુર્વેદિક પ્રેમીઓ ધાણા વર્ષથી આ પળની રાહ જોતા હતા. જે આ નવા આર્યુવેદિક દવાખાનાના ખાર્તમૂહર્તથી પૂરી થઇ હતી. આ પ્રસંગે ગણદેવી વિધાનસભાના ધારાસભ્ય નરેશભાઇ, જીલ્લા પ્રમુખ ભીખુભાઈ, ડૉક્ટરો, પાટી ગામના સરપચ મહેન્દ્રભાઈ નાયક અને મોટી સખ્યામાં ગામના ભાઈઓ-બહેનો હાજર રહ્યા હતા.