વાંસદા: ગતરોજ વાંસદા તાલુકાના ઘોડમાલ ગામમાં આવેલા અજમલગઢની તળેટીમાં ચીખલી તાલુકાના મિયાઝરી ગામના રહેવાસી અને ભારતીય રેલ્વેમાં 32 વર્ષ પોતાની ફરજ નિભાવી વૃદ્ધવયે નિવૃત થનારા ચીમનભાઈ ગાંવિતનો વિદાય સમારંભ યોજાયો હતો.

Decision News ને મળેલી માહિતી મુજબ ભારતીય રેલ્વેમાં નોકરી કરતા હતા 32 વર્ષ થી હવે 60 વર્ષ ના ઉંમરે એ ખાતાકીય નિવૃત્ત થયેલા ચીમનભાઈ ગાંવિતના સન્માનમાં ઘોડમાલ ગામમાં આવેલા અજમલગઢની તળેટીમાં યોજાયેલા સમારંભનું આયોજન થયું હતું જેમાં રાજકીય આગેવાનો, વડીલો, ભાઈ બેહનોએ હાજરી આપી હતી.

નવસારી યુવા મોરચાના ઉપપ્રમુખ ડો. વિશાલ પટેલ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા તેઓ જણાવે છે કે  મારા રાજકીય સલાહકાર અને સમાજસેવી એવા માનનીય ચીમનભાઈ ભારતીય રેલવેમાંથી નિવૃત થતા સન્માન સમારંભ અજમલગઢ ખાતે રાખવામાં આવેલ હતો. એમના અનૂભવનો આદિવાસી સમાજ લાભ લઇ ઉત્તરો ઉત્તર પ્રગતિ કરે એવી શુભકામના છે.