ધરમપુર: આજરોજ ધરમપુર ખાતે મહામહિમ રાજયપાલશ્રી ગાંધીનગર ગુજરાત રાજ્ય ને અને મુખ્યમંત્રીશ્રી ગાંધીનગર,ગુજરાત રાજ્યને વર્તમાનમાં બહાર પાડવામાં આવેલ જ્ઞાનસહાયક યોજના રદ કરવા અને ટેટ-ટાટ પાસ ઉમેદવારોની કાયમી ભરતી કરવા બાબત પ્રાંત અધિકારીશ્રી ધરમપુરને રજુઆત કરવામાં આવી હતી.

જુઓ વિડીઓ…

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા જ્ઞાન સહાયક યોજના બહાર પાડવામાં આવી છે જે અંતર્ગત ૧૧ માસના કરાર આધારિત ભરતી કરવામાં આવછે તેવો ગેરવ્યાજબી નીર્ણય લેવામાં આવ્યો છે જેની સીધી અસર ગુજરાતના શિક્ષણ અને ટેટ-ટાટ પાસ કરનાર બેરોજગાર ઉમેદવારો પર પડછે જે યુવકો અને યુવતીઓ ને બિલકુલ સ્વીકાર્ય નથી જો જ્ઞાન સહાયક યોજના અમલમાં આવછે તો કેટલાય વર્ષોથી રાત દિવસ મહેનત કરીને ટેટ-ટાટ જેવી દ્વિસ્તરીય પરીક્ષા પાસ કરેલા ઉમેદવારનું શિક્ષક બનવાનું સ્વપ્ન રોળાઈ જશે અને એમનું ભાવિ અંધકામય બની જશે. યુવાનો યુવતીઓ રાત દિવસ મહેનત કરીને ટેટ-ટાટ ની પરીક્ષા પાસ કરતા હોય છે અને એમને ૧૧ માસના કરાર આધારિત નોકરી નો નિર્ણય આદિવાસી સમાજને સ્વીકાર્ય નથી, જ્યારે સરકારશ્રીનું ‘ભણશે ગુજરાત બોલશે ગુજરાત’ નું સૂત્ર હોય અને વિધાર્થી ભણીને બહાર નીકળી નોકરીની માંગ કરછે તો એમને ૧૧ માસના કરાર આધારિત ભરતી કરવાની યોજના બહાર પાડવામાં આવતી હોય જેથી સરકારશ્રીનું આ સૂત્ર અહીં ચરિતાર્થ થતું નથી.

કેટલાય વર્ષોની મહેનત પછી પોતે શિક્ષક બનછે એ હજારો યુવાનો યુવતીઓ નું સપનું રોળાઈ રહ્યું હોય અને એમનું ભવિષ્ય અંધકારમય બની ગયું હોય અને જે શિક્ષક નુજ ભવિષ્ય અંધકારમય હોય તો એ શિક્ષક બાળકોનું ઘડતર કઈ રીતે કરછે. જેથી હજારો ટેટ-ટાટ પાસ બેરોજગાર યુવાનો યુવતીઓ ને કાયમી સરકારી શિક્ષક ની નોકરી મળી રહે તે માટે સત્વરે કાયમી ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવે એવી માંગણી કરવામાં આવી અને જો અમારી માંગણી ન સ્વીકરવામાં આવી તો આ તમામ ટેટ-ટાટ પાસ યુવકો યુવતી ઓ ને ભેગા કરીને મોટું જન આંદોલન કરીશું.