ડાંગ: 2015 માં આઈ. ટી સેલ ના કોર્ડીનેટર થી શરૂઆત કરી, ડાંગ જિલ્લા યુવા સોશિયલ મીડિયા પ્રમુખ સુધી છેલ્લાં 9 વર્ષથી ડાંગ જીલ્લા કોંગ્રેસમાં જોડાયેલ અને તન,મન ધન થી નિસ્વાર્થ ભાવે સેવા કરતાં તુષાર કામડીએ કેમ રાજીનામું આપવું પડ્યું એ લોકોને સમજમાં આવતું નથી ત્યારે Decision રાજીનામાનું કારણ તમને જણાવશે..

ભાજપમાં ભગવો ધારણ કરવા અંગે Decision News સાથે વાત કરતાં તુષાર જણાવે છે કે ‘ના’ પણ હું ઘણા વર્ષો થી એક સક્રીય સામાજિક અને રાજકીય કાર્યકર તરીકે સમાજ માટે કામ કરતો આવ્યો છું. રાજકીય પક્ષો, સમાજ માં નિસ્વાર્થ ભાવે કામ કરવા માટે અડચણ રુપ થતાં હોઈ, રાજકારણ થકી સમાજ ના આર્થિક તેમજ સામાજિક કાર્યો નું સમાધાન થતું ના હોઈ, એક રાજનૈતિક યુવા તરીકે સમય નો દુરુપયોગ થતું હોય જે બાબતે રાજકીય પાર્ટી માંથી રાજીનામુ આપી સમાજ ઉપયોગી કાર્ય કરી શકાય જે બાબતે જવાબદારી માંથી વિમુખ થઈ રહ્યો છું.

તેમણે વધુમાં જણાવ્યું કે ડાંગ જિલ્લા તેમજ ઉમરગામથી અંબાજી સુધી ઘણા યુવાનો સમાજ માટે યોગદાન આપે છે. અને સમાજ માટે લડતા હોય છે. અને રાજકીય પક્ષોના કારણે અમુક જગ્યાએ સમાજનો અવાજ દબાતો હોય છે માટે આ રાજીનામું આપુ છું.