ઉમરપાડા: એકમાત્ર જોવાલાયક સ્થળ ઉમરપાડામાં ‘એટલે’ દેવધાટ.. ત્યારે હાલ સોળે કળાએ ખીલી ઉઠેલા દેવઘાટ પર દક્ષિણ ગુજરાતના ડાંગ, સેલવાસ, વલસાડ, નવસારી તાપી,સુરત અને નર્મદા જિલ્લાના આદિવાસી સમાજ યુવા નેતૃત્વકર્તા ૩૫ જેટલાં ભેગાં થઇને ” પ્રાકૃતિક સંવાદ ” નું આયોજન કરવામાં આવ્યું હતું.
Decision News ને મળેલી માહિતી મુજબ પ્રાકૃતિક સંવાદમાં આદિવાસી સમાજના યુવાઓ એન્ટરપ્રિનિયમ શીપ ક્ષેત્રે, ગ્રામપંચાયત કક્ષાએ પરંપરા રીતે કાયદો બનાવીને ગામનો પ્રશ્નો ગામમાં નિરાકરણ કરવા નિરાકરણ, યુવાઓમાં વધી રહી બેરોજગાર, શૈક્ષણિક ક્ષેત્રે ગુણવત્તા યુક્ત શિક્ષણ અને કળા કૌશલ્ય વિકાસ તરફ ભુમિકા, આદિવાસીત્વનું રક્ત હોવા છતાં આદિવાસી હોવાની સાબિત કરવું. આજે સમયથી સાથે ટેકનોલોજી વધી રહી તેની સાથે સમાજની પરંપરાઓને ટકાવવી મોટા પહાડ જેવા પ્રશ્નો ગહન ચિંતન કરવાં આવ્યું. ધીરે ધીરે આદિવાસી સમાજ શિક્ષણમાં આગળ વધતાં રીતિરિવાજો, પરંપરા અને પરંપરાગત તહેવારો હવે આવનાર પેઢી તેનું જતન કરશે કે પછી તેનું કોઇ ભવિષ્ય હોય શકે સાથે સમાજના પડકારો હાલના સમયમાં ભાઈ-બહેનોનો વચ્ચે થતા મતભેદો, બાળ-લગ્નોની સમાજ પર માઠી અસર જેના લીધે બાળકોમાં કુપોષણની સ્થિતિ થઇ રહી છે, આદિવાસી સમાજ લગ્નો પ્રસંગો દરમિયાન બિન જરૂરી ખર્ચાઓ સાથે વ્યશન મોટો પ્રશ્ન દારૂ અને ગાંજા તરફ યુવાઓ દોરાય રહ્યો સાથે મોંઘી બાઇકો સાથે અકસ્માત મોટા પ્રમાણમાં થઇ રહ્યો તે તમામ મુદ્દાઓ પર ગહન ચિંતન કરવામાં આવ્યું.
સમરસ ગ્રામ કાછલ માજી સરપંચ નરેનભાઇ ચૌધરી, ઉષાબેન વસાવા, બ્રિજેસ ભુસારા, પ્રદિપ ધોડીયા, જ્યોતિષ ચૌધરી, પ્રવિણ વસાવા, કેયુર કોંકણી, રોશની પટેલ અને પ્રો.બરખાબેન વસાવા સાથે તમામ યુવાઓ વિચાર વિમર્શ કર્યો સંપર્ક કાર્યક્રમનું આયોજન એક્શન યુવા ગૃપના વિજય વસાવા દ્રારા કરવામાં આવ્યું.

