ચીખલી: શુક્રવારે સાંજના સમયે ચીખલી તાલુકાના ઘેકટી ગામની મહિલા સરપંચે ફાંસો ખાઈ આત્મહત્યાનું કારણ હજુ પણ બહાર આવ્યું નથી ત્યારે ચીખલી પોલીસ પણ તટસ્થપણે અને નિષ્પક્ષ તપાસ ઝડપથી કરી આ ઘટનાનું સત્ય બહાર લાવે એવી ગ્રામજનોની માંગ છે.

Decision News ચીખલીના ઘેકટી ગ્રામ પંચાયતની મહિલા સરપંચ રણજીતાબેન પટેલ શુક્રવારે સાંજના સમયે ઘરમાં જ કોઈ અગમ્ય કારણસર ફાંસો ખાધો હતો ત્યારે તેને બચાવવા તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવવામાં આવ્યા હતા પણ તબીબે મૃત જાહેર કરી દીધી હતી. આ બનાવની જાણ થતાં ગામના આગેવાનો, પોલીસ અને ભાજપના નેતાઓ હોસ્પિટલમાં આવી ગયા હતા. ઘટના સમયે રણજીતાબેન ઘરમાં એકલા જ હતો. પતિ જીતેન્દ્રભાઈ પટેલ સાસરીમાં રણજીતાબેનની માતાની તબિયત સારી નહીં હોય સાસુને મળવા ગયા હતા.

રણજીતાબેનના પતિ વીજ કંપનીમાં ફરજ બજાવે છે અને તેના પરિવારમાં બે બાળકો છે. રણજીતાબેન લોકોના કામ બાબતે અને પક્ષમાં સક્રિયતાને કારણે સરપંચપદ છે. અત્યારે પોલીસે લાશનો કબ્જો લઇ લીધો હતો અને પોલીસ મહિલા સરપંચનો મોબાઇલ ફોન પણ તપાસ માટે લીધો છે. લાશ PM અને મોબાઈલ ફોનની ડિટેલ તપાસ થતાં જ સત્ય બહાર આવશે એ નક્કી છે.