વાંસદા: નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના કોંગ્રેસની ધારાસભ્ય અનંત પટેલે ગતરોજ ખાડા મહોત્સવની ઉજવણી કરી હતી જેમાં નેશનલ હાઈવે નંબર 53 પર પડેલા ખાડામાં ફૂલહાર અર્પણ કરી રાજ્ય સરકાર અને સ્થાનિક વહીવટી તંત્રના કાન આમળવા અનોખા પ્રકારે વિરોધ કરતા પોલીસે તમામને ડિટેઇન કર્યા.
DECISION NEWS એ સ્થળની મુજબ ગતરોજ વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય દ્વારા નેશનલ હાઇવે નંબર 56 પર પડેલા ખાડા પાસે બેસી ખાડામાં ફૂલ કંકુ નાખી પૂંજન કર્યું હતું. આ અનોખા રીતે વિરોધ પ્રદર્શન કરતા તંત્ર પણ ચોંકી ગયા હતા. ધારાસભ્યના આ વિરોધ ના કારણે નેશનલ હાઇવે નંબર 56 ઉપર ભારે ટ્રાફિક જામ લાગી ગયો. ઘટનાની જાણ વાસદા ટાઉન પોલીસને થતાં ટાઉન પોલીસ ઘટના આવી ધારાસભ્ય અનંત પટેલને વિરોધ સ્થળ પરથી ઊંચકી લઈ ડીટેન કર્યા હતા.
ધારાસભ્યના આ વિરોધને લઈને માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે ખાડા પૂરવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય અનંત પટેલ દ્વારા આગામી સમયમાં વધુ આક્રમક રીતે વિરોધ પ્રદર્શન શરૂ રાખશે એવી ચીમકી પણ ઉચ્ચારી હતી.

