વાંસદા: જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર નવસારી દ્ધારા શાળાકીય સ્પર્ધાનું ઉનાઈ ખાતે તાલુકા ક્ક્ષાની રમત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાંસદા તાલુકાની જુદી જુદી શાળાઓ વાલઝર, લીમઝર, ઉનાઇ શાળાના વિધાર્થીએ સ્પર્ધામાંભાગ લીધો હતો.

DICISION NEWS મળેળ માહિતી મુજબ વનાચલ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા ઘોડમાળ કબડ્ડીની (અંડર 19) રમતમાં ટીમ ફાઈનલમા પ્રથમ ક્રમ મેળવી વિજેતા થઈ છે. ઘોડમાળના કબડ્ડીની વિજેતા ટીમમાં ગાંવિત વૈભવ, ચૌધરી રીતેશ, ભોયા યોગેશ, ગવળી નિખિલ, પવાર મનિષ, ભોયા કલ્પેશ, ભોયા વિશાલ કબડ્ડીની સ્પર્ધામાંભાગ લીધો હતો. તેમજ PT ટીચર પુષ્પાબેન ડી. પટેલ, રાજેન્દ્રભાઈ બી. મહાકાળ અને જુદી જુદી શાળા બાળકો, શિક્ષકો અને ગ્રામજનોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.

વનાચલ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા ઘોડમાળના આચાર્ય શ્રી રમેશભાઈ જે. ભગરિયા દ્વારા વિજેતા થયેલ ટીમને હજી આગળ જાય એ માટે માર્ગદર્શન આપ્યું તથા શાળા પરિવારે સમગ્ર વિજેતા ટીમને શુભેચ્છા પાઠવી હતી.