સાપુતારા: ગઈ કાલે સાપુતારા નાસિક આંતરરાજ્ય ધોરીમાર્ગ પર હતગઢ પાસે રાજપીપળાથી નાસિક જતી ગુજરાત એસ.ટી નિગમની બસ ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા બસ માર્ગ સાઈડે ઉતરી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

DICISION NEWS ને મળેલી માહિતી મુજબ ગુજરાત એસટી નિગમની રાજપીપળાથી નાસિક જતી એસ ટી બસ સાંજે સાપુતારાથી નાસિક જઇ રહી હતી ત્યારે મહારાષ્ટ્રના હતગઢ પાસે ચાલકે ઝરમર વરસાદ અને ગાઢ ધુમ્મસને કારણે એસ ટી બસ ડ્રાયવરએ સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવી દેતા બસ માર્ગ સાઈડે ઉતરી જતા મુસાફરોમાં ભયનો માહોલ ફેલાય ગયો હતો.

આ અકસ્માતમાં રાહતની વાત એ બની કે ઘટિત ઘટનામાં બસ માર્ગ સાઈડે આવેલ આંબાના વૃક્ષ સાથે અથડાઈ અટકી જતા મોટી દુર્ઘટના બનતા ટળી ગઈ હતી અને અમુક મુસાફરોને સામાન્ય ઈજા સિવાય કોઈ જાનહાની થવા પામી ન હતી.