નવસારી: ગતરોજ નવસારીમાં રિક્ષા ચાલકો દ્વારા ડાયરોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડાયરામાં પોલીસ અને બુટલેગર 1 એકજ સ્ટેજ પર દેખાયા અને અન્ય એક બુટલેગર લાલા પટેલ વિડીયો બનાવતો જોવા મળ્યો અને એ ઓછું હોય તેમ PSI એસ.એફ.ગોસ્વામી ઉપર બુટલેગર પૈસા ઉડવાનો વીડિઓ વાયરલ થયો છે.

જુઓ વિડીયો..

કોંગ્રેસના જિલ્લા પ્રમુખ શૈલેષ પટેલ જણાવે છે કે નવસારીમાં જ્યાં પણ દારૂનો ધંધો થાય છે ત્યાર ખુલ્લેઆમ થાય છે. એમાં ક્યાંક ને ક્યાંક પોલીસની સંડોવણીસે એવું લાગી રહ્યું છે. જયારે કોઈ ગરીબ માણસો પોલીસ સ્ટેશને કોઈ ફરિયાદ લઈને જાઈ તો ખખડવીને બાર કાડી નાખવામાં આવે છે અને બુટલેગરોની વાત સાંભળવામાં આવે છે. વિડિયો પરથી લાગી રહ્યું છે ક પોલીશ જ બુટલેગરોને ધંધો કરાવે છે