રાજપીપળા: આજરોજ રાજપીપળા ખાતે યોજાયેલ “નર્મદા રત્ન” એવોર્ડ સેરેમનીમાં સૈનિક સ્કૂલ બાલાછડીના વિદ્યાર્થી ડો. વરુણ વસાવા (હાલમાં સા. આ. કેન્દ્ર મોઝદા ડેડીયાપાડા ખાતે ફરજ બજાવે છે) એમને “નર્મદા રત્ન” તરીકે સન્માનિત કરવામાં આવ્યા.
Decision News ને મળેલી માહિતી મુજબ રાજપીપળામાં સૈનિક સ્કૂલ બાલાછડીના વિદ્યાર્થી ડો. વરુણ વસાવા સાગબારા તાલુકાના ખોચરપાડા ગામના વતની છે. જ્યા તેઓ છેલ્લા 12 વર્ષ થી દર મહિનાના પેહલા રવિવારે નિ:શુલ્ક દાંતની સર્જરી કરે છે. આજ દિન સુધી ત્યાં 15000 થી વધુ દર્દીઓને સારવાર મળી છે.
સાગબારા તાલુકાના ખોચરપાડા ગામના ડો. વરુણ વસાવાને નર્મદા રત્ન મળતાં પરિવારમાં અને સમગ્ર વિસ્તારમાં ખુશીનો માહોલ સર્જાયો છે. આદિવાસી સમાજના અનેક આગેવાનો ડો. વરુણ વસાવા ઉપર અભિનંદન વર્ષા કરી રહ્યા છે

