નર્મદા: 2024 આવી રહેલી લોકસભા ચૂંટણી માટે ભરૂચ બેઠક પરથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા ચૂંટણી લડે એવી પુરેપુરી શક્યતાઓ છે ત્યારે ભરૂચ લોકસભાના ભાજપ સાંસદ મનસુખ વસાવાએ ચૈતર વસાવા વિષે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.

ભરૂચ લોકસભાના ભાજપ સાંસદ મનસુખ વસાવાએ ચૈતર વસાવા વિષે કહ્યું કે આપના ધારાસભ્ય ચૈતર વસાવાને ભાન હોવું જોઈએ કે ૬ ટર્મ ભાજપની ટીકીટ લઈ જીત મેળવવી એ કેટલું મહત્વનું છે.ડેડીયાપાડામાં આપે વાળા તળાવના દેડકાની જેમ ડ્રાઉ ડ્રાઉ કરે છે અને ભરૂચ લોકસભા જીતવાના સપના જુએ છે. એવી રીતે ભરૂચ લોકસભા ન જીતાય. હવાતિયાં મારવા વાળા પક્ષ અને નેતાઓ આવી વાહિયાત વાતો કરે છે.

તેમણે મુમતાઝ વિષે કહ્યું કે મુમતાઝ પટેલ કોંગ્રેસનાં દિગજ્જ નેતા સ્વ.એહમદ પટેલના પુત્રી છે, સ્વ.એહમદ પટેલે ગુજરાત અને દેશ માટે સારું કામ કર્યું છે અને ચૂંટણી જીતશે. તેઓ ભરૂચના છે એટલે મુમતાઝ પટેલ ભરૂચ બેઠક માટે દાવો કરે એ એમનો હક છે, મુમતાઝ પટેલને હું સ્ટ્રોંગ ઉમેદવાર માનું છું.

મનસુખ વસાવાએ INDIA ગઠબંધન વિષે કહ્યું કે ભરૂચ બેઠક માટે કોંગ્રેસ અને આપ ગઠબંધન કરે કે ન કરે ભાજપને કોઈ ફેર પડવાનો નથી. આવનારા સમયમાં એમનું ગઠબંધન તુટી જવાનું છે એ નક્કી છે.