સેલવાસ: છેલ્લા લાંબા સમયથી સેલવાસ શહેરમા જુદા જુદા વિસ્તારમા  ડેંગુ,વાયરલ ફીવર,મલેરિયા,કોલેરા સહિતની બીમારીમા દર્દીઓ ઝપેટમા આવી રહ્યા છે. સેલવાસ શહેરમાં અને તેની આસપાસના વિસ્તારોમા મચ્છરજન્ય બીમારીનો વાવર વધી રહ્યો છે જેના કારણે સરકારી હોસ્પીટલ અને પ્રાઇવેટ હોસ્પીટલોમા દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે.

જુઓ વિડીયો..

હાલમાં જ ડોકમરડી ખાડી વિસ્તારમા રહેતો હિરેન કાપડી નામના યુવાનનું પ્રાઇવેટ હોસ્પીટલમા બાદ વિનોબાભાવે સિવિલ હોસ્પીટલ ડેંગુ સારવાર દરમ્યાન મોત થયુ હતું. ડોકટર્સનું કહેવું છે કે ડેંગુના મચ્છર સ્વચ્છ પાણીમા જ પેદા થાય છે અને દિવસના કરડે છે,ડેંગુના લક્ષણ જેમા તાવ આવવો, માંસપેશીઓ અને સાંધામા દુખાવો થવો,જીવ ગભરાવવો,આંખોની પાછળ દર્દ થવુ જે આંખોને ફેરવતી સમયે દર્દ વધવુ, ગંભીર સમયે નાક, મોઢુ, મસૂડમાથી લોહી પડવુ, ચામડી પર ચાઠા પડવા જેવા લક્ષણ હોય શકે છે આ બીમારીથી આસાનીથી બચી શકાય છે.

લોકોને Decision News ની અપીલ છે કે પોતાના ઘર અને ઘરની આજુબાજુ મચ્છરના પ્રજનન સ્થળ જેવી પાણીની ટાંકી, પંખીઓ માટે પાણીના વાસણો, ફ્રીઝ અને એસીની ટ્રે, ટીન અને પ્લાસ્ટિકના ડબ્બા, ફુલદાની, નારિયલના કુંચલા, તુટેલા ફુટેલા વાસણો, ટાયર વગેરે. અઠવાડિયામા એક વખત જરૂર ચેક કરવુ, મચ્છર કરડવાથી બચવા માટે એવા કપડા પહેરવા જે શરીર પુરી રીતે ઢાંકવા. ડેંગ્યુને રોકવા માટે ઘર અને આજુબાજુમા મચ્છરોને પેદા ના થવા દે અને ડેંગુ ફેલાવનાર મચ્છર કરડવાથી બચવા ડોક્ટર્સ સૂચનો ફોલો કરો.