પારડી: છેલ્લા 5 વર્ષથી પારડીના યુવક- યુવતી પ્રેમમાં હોવાના કારણે પરિવારના સભ્યોની મજુરીથી સગાઇ તો કરી પણ યુવક બેરોજગાર હોવાથી યુવતી વારંવાર યુવકને નોકરી કરવા જણાવતી હતી પણ યુવકે નોકરી ધંધો ન કરતા કંટાળેલી યુવાતીએ યુવક સાથે લગ્ન કરવાની ના પાડી અને યુવકે કહ્યું.. ‘તું મારી નહીં થાય તો તને કોઈની નહીં થવા દઉ..’ જાનથી મારી નાખીશ.

Decision News ને મળેલી માહિતી મુજબ પારડીમાં એક યુવતીની નજીકમાં રહેતા એક યુવક જોડે ઓળખ થઇ અને બંને વચ્ચે પ્રેમ સંબધ બંધાયો અને છેલ્લાં 5 વર્ષથી યુવક અને યુવતી વચ્ચે પ્રેમ સંબંધ રહેતા યુવક અને યુવતીના પરિવારજનોએ બંનેની સગાઈ કરી દીધી. આ સમયગાળા યુવક બેરોજગાર હોવાના કારણે યુવતી તેને વારંવાર નોકરી- ધંધો કરવા જણાવતી રહી પણ યુવકે નોકરી કે ધંધો ન કરતાં કંટાળેલી યુવતીએ યુવક સાથે લગ્ન કરવાની ના પાડી અને તેણે સમાજના અગ્રણીઓ અને બંને પરિવારજનોની ઉપસ્થિતિમાં યુવક સાથેના સંબંધ તોડી પોતાની માસીને ત્યાં જતી રહી. જેના લીધે લાલઘૂમ થયેલા યુવકે યુવતી ઉપર બ્લેડ વડે હુમલો કર્યો અને આ આખો મામલો ભિલાડ પોલીસ પોહ્ચ્યો હતો.

20 વર્ષીય યુવતીનું કહેવું છે કે યુવક બેરોજગાર હોવાની સાથે દારૂનો નશો કરતો હતો જેના કારણે પ્રેમ સંબંધ તોડી નાખ્યો અને લગ્ન કરવાની ના પાડી દીધી હતી. હું ઘણા સમયથી યુવતી તેના માસીના ઘરે રહેતી હતી. ત્યારે રવિવારે સાંજે યુવક માસીના ઘરે બાઈક ઉપર આવ્યો ને ગાળો આપવા લાગ્યો. હું ઘરમાં જતી રહેતા યુવકે માસીના ઘરનો દરવાજો તોડી ઘરમાંથી મને ઘસડી બહાર લાવી માર મારવા લાગ્યો.. મને મારતા જોઈ માસી બચાવવા વચ્ચે પડતા માસીને પણ માર માર્યો હતો અને લેઝર બ્લેડ વડે મારા હાથમાં તથા શરીરે ઘા મારી ઇજા પહોંચાડી હતી.ત્યાર બાદ મેં  બુમા બુમ કરતાં સ્થાનિક લોકો દોડી આવતાં યુવક પોતાની બાઈક મૂકી ફરાર થઇ ગયો હતો અને જતા જતા ‘તું મારી નહીં થાય તો તને કોઈની નહીં થવા દઉ કહી’  મને મારી નાખવાની ધમકી આપી ગયો હતો. 108 મદદથી મેં હોસ્પિટલમાં સારવાર લીધી છે અને મેં બેરોજગાર પ્રેમી યુવક વિરુદ્ધ ભીલાડ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.