નડિયાદ: એસ્ટ્રોસિટીના ગુનામાં કોઈ પોલીસ અધિકારીને ગુજરાતમાં પ્રથમવાર જેલની સજા અપાઈ હોય એવી ઘટના નડિયાદની કોર્ટમાંથી સામે આવી છે. જેમાં ખેડા ટાઉનમાં નોંધાયેલા એસ્ટ્રોસિટીના એક ગુનામાં તાત્કાલિક પી.એસ.આઈને નડિયાદ કોર્ટે ચાર વર્ષની સજા આપી હતી.
Decision News ને મળેલી જાણકારી મુજબ આ એસ્ટ્રોસિટીના ગુનામાં આરોપી એ.આર.ઝાલા 2015માં ખેડા ટાઉન પોલીસ મથકમાં પી.એસ.આઈ તરીકે ફરજ બજાવતા હતા ત્યારે 10 સપ્ટેબર, 2015ના રોજ ખેડાના હરીયાલા ગામના મનુભાઈ પરસોતમભાઈ વાઘેલાને જાતિવાચક અપશબ્દો બોલીને, પગથી લાતોથી બેરહેમી પૂર્વક માર માર્યો હતો અને અન્ય સાથીમિત્ર અશોક બારૈયા સાથે પણ મારઝૂડ કરી હોવાનો કિસ્સો હતો.
આ સમગ્ર ઘટનાને લઈને નડીયાદ કોર્ટેના સ્પેશીયલ જજ તથા 3 જા એડીશનલ સેશન્સ જજની અદાલતમાં સરકારી વકીલ પુરાવા સહિત દલીલો કરતા કોર્ટે અજયસિંહ ઝાલાને 4 વર્ષની સજા અને 5000નો દંડ ફટકાર્યો હોવાનું કહેવાઈ રહ્યું છે.

