ખેરગામ: “સામાન્ય આંખોથી જે સુંદરતા જોઈ નથી શકાતી તે સુંદરતા કેમેરો જોઈ શકે છે” ઉપરોક્ત શબ્દ વિશ્વ ફોટોગ્રાફી દિવસ નિમિત્તે શ્રી ગૌરાંગ દેસાઈ દ્વારા જનતા માધ્યમિક શાળા ખેરગામ ખાતે યોજાયેલ ફોટોગ્રાફી વર્કશોપ કાર્યક્રમમાં ઉચ્ચારવામાં આવ્યા હતા

જુઓ કાર્યક્રમનો વિડીયો…

Decision News ને મળેલી જાણકારી પ્રમાણે ખેરગામ તાલુકાની પ્રતિષ્ઠિત શાળા જનતા માધ્યમિક શાળા ખેરગામમાં વિશ્વ ફોટોગ્રાફી દિવસ અંતર્ગત ખેરગામ ફોટો એસોસિયેશન દ્વારા શાળાના વિદ્યાર્થીઓ માટે ફોટોગ્રાફી વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો મુખ્ય હેતુ રાષ્ટ્રીય શિક્ષણનીતિ અંતર્ગત જે વ્યવસાય શિક્ષણને ઉપર ભાર મૂકવામાં આવ્યો છે તેનાથી વિદ્યાર્થીઓને અવગત કરાવવા માટે આ સમગ્ર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

સમગ્ર કાર્યક્રમમાં નવસારી ખાતેથી વર્કશોપના કેન્દ્રબિંદુ એવા શ્રી ગૌરવભાઈ દેસાઈ હાજરી આપી હતી. શાળાના પ્રમુખશ્રી અરવિંદભાઈ પટેલ ત્યારબાદ મંત્રીશ્રી મુસ્તાનશીર કોષાધ્યક્ષ શ્રી જગદીશભાઈ શાળાના આચાર્યશ્રી ચેતનભાઇ સુપરવાઇઝર શ્રી મહેશભાઈ તેમજ ખેરગામ ફોટો અસોસિયેશનમાંથી રમેશભાઈ પટેલ પ્રકાશભાઈ પટેલ પરિમલભાઈ પટેલ સમગ્ર કાર્યક્રમમાં હાજરી આપી તેમજ સમગ્ર કાર્યક્રમનું આયોજન પણ કર્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક શ્રી વિપુલ રામચંદ્ર પવાર દ્વારા કરવામાં આવ્યું હતું.