વાંસદા: ગતરોજ વાંસદા-ઉનાઈ હાઇવે પર પડેલા ખાડાઓને કારણે ખડકાળા બાજુથી ઉનાઈ આવી રહેલ વૃદ્ધન બાઈક ચાલકએ સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવતા જાનકી વન નજીક ખાડામાં પડી જતાં અકસ્માતનો ભોગ બન્યાની ઘટના સામે આવી છે.

ઉલ્લેખનીય છે કે વાંસદા તાલુકાનો નેશનલ હાઇવે નં. 56 પર પડેલા અંદાજે એક ફૂટ જેટલા ખાડાઓ વાહનચાલકો માટે અકસ્માતના કારણ બની રહ્યા છે. વહીવટીતંત્ર દ્વારા ક્યાંક ક્યાંક ખાડાઓમાં થીગડા મારવાનો પ્રયાસમાં કર્યો હતો પણ હવે તે ક્યાં ખોદાઈ ગયા છે ક્યાં ઉપસી આવ્યા છે જેના લીધે તે હવે વાહનચાલકો માટે જોખમી બની રહ્યા છે.

આ મામલામાં વહીવટીતંત્ર તાત્કાલિક પગલાં ભારે એ ખુબ જ જરૂરી બન્યું છે નહિ તો આવનારા દિવસોમાં કોઈ નિર્દોષ વ્યક્તિ પોતાનો જીવ ગુમાવી શકે છે અને જેના માટે વહીવટીતંત્ર જ જવાબદાર રેહશે એમ રાહદારી અને સ્થાનિક લોકોનું કહેવું છે.