મહુવા: બહાર તો માસૂમ બાળકીઓ અસુરક્ષિત બની જ છે પણ હવે તો ઘરમાં પણ બાળકીઓની સુરક્ષા ન રહ્યાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે ગતરોજ મહુવાના ઑડચ ગામમાં છઠ્ઠા ધોરણમાં ભણતી માસુમ બાળકીને પૈસા અને ચોકલેટની લાલચ આપી પિતાના માસા દ્વારા હવસનો શિકાર બનાવ્યાનો કિસ્સો બહાર આવ્યો છે.

Decision News ને મળેલી જાણકારી અનુસાર મહુવાના ઑડચ ગામમાં રમણભાઈ અને રશ્મિબેન (નામ બદલેલ છે) ની સગીર દીકરી શાળાએ જઈને ઘરે પાછા ફર્યા બાદ ઘરમાં એકલી એ જ રહેવાનું બનતું હતું. આ દરમિયાન આઠ મહિના પહેલા દીકરીના પિતાના માસા સુખા ભાણા હળપતિ ઘરે રહેવા આવ્યા હતા. રોજિંદાની જેમ દીકરીના માતા પિતા મજૂરી જતા હતા ત્યારે દીકરી ઘરમાં એકલી રહેતી હતી તે જોઈ હવસખોર સુખાની દાનત બગડી અને એક દિવસ  એણે ઘરનો દરવાજો બંધ કરી માસુમ બાળકી પર પાશવી બળાત્કાર ગુજાર્યો હતો. દીકરી રડતી અને કણસતી રહી ત્યારે નરાધમે પૈસા અને ચોકલેટ આપી કોઈને વાત ન કહેવા જણાવી માનવી લીધી અને દીકરીએ પણ પરિજનોને આ વિષે કોઈ ફરિયાદ ન કરતા સુખાને છૂટો દોર મળી ગયો. એણે દીકરીની એકલતાનો લાભ લઈ અવારનવાર એના ઘરના વાડામાં અને બાથરૂમમાં લઇ જઈ પોતાની હવસ સંતોષવા લાગ્યો

બે મહિના પહેલા ઘર નજીક આવેલી વાડીમાં લઇ જઈ દીકરીને નરાધમે પીંખી નાખી પણ ત્યાર બાદ દીકરીને ગુપ્તાંગમાં દુખાવો થતા આંગણવાડીની આયાને જાણ થઇ અને બાદ પરિવારજનો.. અને ત્યાર પછી આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી. પોલીસ દ્વારા સુરત સિવિલમાં તપાસ થતા એના પર ઘણી વાર બળાત્કાર થયો હોવાનું જણાય આવ્યું. પોલીસે દીકરીને પૂછપરછ કરી તેનું નિવેદન નોંધી સુખા હળપતિને દબોચી લીધો છે અને તેની પર આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.