ડેડીયાપાડા: સમગ્ર ગુજરાત રાજ્યમાં આઝાદીનો અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આજે ડેડીયાપાડા તાલુકામાં તાલુકા પંચાયત ખાતે તમામ રાજકીય પાર્ટીઓના દિગ્ગજ નેતાઓ સાથે રહીને આ ઉજવણી કરી હતી.
Decision News ને મળેલી માહિતી મુજબ ડેડીયાપાડામાં અમૃત મહોત્સવની ઉજવણીમાં ભારત દેશના સ્વતંત્ર સેનાનીઓને તેમના અમુલ્ય દેશ માટેના બલિદાન બદલ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને ત્યાર બાદ વૃક્ષારોપણનો કાર્યક્રમ કરાયો હતો.
હાલમાં જ પર્યાવરણને લઈને જાણે લોકોમાં જાગૃતિનો સંચાર થયો હોય એમ ઠેર ઠેર વૃક્ષારોપણના કાર્યક્રમો થઈ રહ્યાના ચિત્રો સામે આવી રહ્યા છે. અને હવે તો સરકાર પણ આ કાર્યક્રમોને વધુ પ્રોત્સાહન આપી રહી છે.

