પારડી: સંયુક્ત રાષ્ટ્રે વર્ષ 2007માં 13 મી સપ્ટેમ્બરને વિશ્વ આદિવાસી અધિકાર દિવસ આવી રહ્યો છે જેની તૈયારી આદિવાસી સમાજમાં અત્યારથી ચાલુ થઇ ગઈ છે ગતરોજ સમસ્ત આદિવાસી સમાજની ૧૩મી સપ્ટેમ્બરના દિવસની ઉજવણી કેવી રીતે કરવાની છે જેને લઈને એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

Decision News ને મળેલી જાણકારી મુજબ “વિશ્વ આદીવાસી અધિકાર” દિવસે પોતાના વિશેસ અધિકારોની માંગ બુલંદ કરવા ગતરોજ ધોડિયા સમાજ ભવન અટક પારડી ખાતે એક મીટીંગનું આયોજન કરવામાં આવ્યું. આ મિટીંગમાં વલસાડ ના 6 ઉમરગામ, વાપી, પારડી, કપરાડા ,ધરમપુર અને વલસાડ જેવા તાલુકાઓમાં જનજાગૃતીનું કામ કરવામાં આવશે અને ત્યાર બાદ નવસારી જિલ્લામાં પણ આ કામગીરી હાથ ધરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે કરોડથી વધુ આદિવાસીઓ માટે ગુજરાત સરકારની યોજનાઓ ખતરાની ઘંટી છે. ગુજરાત સરકાર વિકાસ માટે નહીં પરંતુ વિનાશ માટે આદિવાસી વિસ્તારોમાં વિવિધ પ્રોજેક્ટ લાવી રહી છે. અને બંધારણમા આપેલા આદિવાસીઓના અધિકારોનું ચીરહરણ થઇ રહ્યાનો આદિવાસી લોકોમાં ભય ઘર કરી ગયો છે એવા વાતાવરણમાં દિલ્હી-મુંબઈ ઈન્ડસ્ટ્રીયલ કોરીડોર બંધ-રદ કરો.પાર-તાપી-નર્મદા રિવર લિંક યોજના બંધ કરો.રાષ્ટ્રીય ઉદ્યાન, પ્રવાસનધામ, અભ્યારણ્યના નામે પ્રકૃતિનો વિનાશ બંધ કરો.આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર તથા આદિવાસી અધિકારોનું સન્માન તેમજ પાલન કરો. ઈન્ડસ્ટ્રીયલ કોરીડોર, ભારત માલા જેવી યોજનાઓ રદ કરો. જેવી માંગ સાથે આ વખતે આદિવાસી અધિકાર દિવસની ઉજવણી કરવાનો પ્રયાસ થશે.