વાંસદા: આજે સમાજમાં ઘણા એવા વ્યવસાયો છે. જેમાંથી લોકોને રોજગારી મળી શકે તેમ છે, બાળકો નાનપણથી જ વ્યસાયિક તાલીમ મેળવે એ માટે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં વોકેશનલ એજ્યુકેશનની જોગવાઈ કરેલ છે. દર વર્ષે જીસીઈઆરટી-ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે લાઈફ સ્કીલ બાલમેળાનું આયોજન કરવામાં આવે છે.
Decision News ને મળેલી માહિતી મુજબ વાંસદાની ચારણવાડા પ્રાથમિક શાળામાં , મેહેંદી મૂકવી, રંગોળી બનાવવી, ઈસ્ત્રી કરવી, કૂકર ખોલ બંધ કરવું, ફયુઝ બાધવો, જેવી પ્રવૃતિઓ કરી જીવન કૌશલ્યો પ્રાપ્ત કર્યા હતા. તેમજ બાળમેળાનું આયોજન દ્વારા વિદ્યાર્થીઓ વ્યવસાયમાં નફો-ખોટ અંગે અનુભવ મેળવ્યો હતો આ કાર્યક્રમમાં શાળાની શિક્ષિકા પદમાબેન દ્વારા ફ્યુજ બધવો તેમજ વિજ્ઞાનના સાધનો અંગે માહિતગાર કર્યા હતા, શશીકાંત પટેલ અને શાલીનીબેન દ્વારા ચાર્ટ તૈયાર કરવા કૂકર ખોલ બંધ કરવું, ઈસ્ત્રી કરવી, રંગોળી બનાવવી અગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
પ્રવર્તમાન પરિસ્થિતિમાં દરેક એજ્યુકેટેડ વ્યક્તિને સરકારી નોકરી મેળવવી એ મુશ્કેલ કાર્ય છે ત્યારે આ પ્રકારના બાળ કૌશલ્ય મેળાનું આયોજન પ્રસંશાપાત્ર છે. સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાના આચાર્યશ્રી ઇન્દ્રજીતસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ સોનલબેન અને સંકેતાબેન દ્વારા કરવામાં આવ્યું હતુ.











