વ્યારા: રોડ વિકાસનું મહિમા મંડન કરતુ વ્યારા વહીવટીતંત્રની પોલ ખુલી ગઈ છે વ્યારાના મુસા ગ્રામ પંચાયતનો સાયલેન્ટ વેલી -1,2 અને દેવ લક્ષ્મી રેસીડેન્સી થી જોષી હોસ્પિટલ સુધીનો મુસા મેઈન રોડને જોડતાં માર્ગની હાલત અત્યંત દયનીય સ્થિતિમાં છે.

Decision News ને મળેલી જાણકારી મુજબ હાલમાં રોડ પર ખાડા કે ખાડામાં રોડ શોધવું મુશ્કેલ છે. વરસાદી દિવસોમાં આખો રોડ નદીની જેમ વહી ઉઠે છે, જેને કારણે સાઈલન્ટ વેલી -1,2, દેવ લક્ષ્મી રેસીડેન્સી, પ્રમુખ સ્વામી પાર્કનાં રહીશો તેમજ સબરી માતા હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતી આદિવાસી બાળાઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

આ બાબતે છેલ્લાં ત્રણ વર્ષથી સરપંચ અને ઉપલી કક્ષાના વહીવટીતંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં પણ રોડના પ્રશ્નનું કોઈ નિરાકરણ આવેલ નથી. જિલ્લા વહીવટી તંત્ર તેમજ R&B વિભાગ ઘોર નિંદ્રામાં હોય તેવું વ્યતીત થઈ રહેલ છે. આ રોડનો ઉપયોગ કરતાં આશરે 3,000 જેટલાં રહીશો અને આદિવાસી બાળાઓ ન્યાયની તંત્ર પાસે અપેક્ષા રાખી રહ્યા છે. શું રોડનું કામ થશે ખરું..? સમય આવશે જ ખબર પડશે.