વાંસદા: ગતરોજ રાત્રીએ આદિવાસી યુવાઓનું BVK ગ્રુપના ડૉ વિશાલ પટેલ, બીપીન માહલા અને સાથે તરુણ ગાંવિત વાંસદાના આદર્શ ગામ ચોંઢામાં સર્વધર્મ લોકો જેને ઈશ્વરીય શક્તિ સ્વરૂપે જોવે છે એવા સાંઈની કુટીર મંદિરમાં સાંઈ ભજનોના કાર્યક્રમમાં હાજરી આપી હતી
ઉલ્લેખનીય છે કે હવે હિંદુ ધર્મનો શ્રાવણ માસ ગઈકાલથી જ શરુ થયો છે ત્યારે વાંસદા તાલુકાના આદર્શ ગામ ચોંઢામાં યુવા ધન સંકુલમાં સાંઈ કુટીર મંદિરમાં સાંઈબાબાના ભજનોનું આયોજન કરવામાં આવ્યું હતું આ ભજન મંડળોમાં મુખ્ય મહેમાન તરીકે પધારેલા નવસારી જિલ્લા યુવા મોરચા ભાજપ ઉપપ્રમુખ ડૉ વિશાલ પટેલને આમંત્રણ આપવામાં આવ્યું હતું.
સાંઈ ભજન પ્રસંગે વાંસદા તાલુકા પંચાયતના શાસક પક્ષના નેતા બીપીન માહલા, વાંસદા તાલુકા પંચાયત સભ્ય તરુણભાઈ ગાવીત તેમજ આજુબાજુ ગામના બાળકો, મહિલાઓ અને સાંઈ ભક્તોએ ભજન મંડળમાં ભાગ લીધો હતો.











