ડાંગ: એક દિવસ પહેલાં સાપુતારાથી સામગહન રાષ્ટીય ધોરીમાર્ગ ને.હા.નંબર NH 953 ઉપર તિવ્ર વળાંક ઉપર નાશિક થી સુરત જતી કારના ચાલકે સ્ટેરીંગ ઉપર કાબુ ગુમાવતા કાર રસ્તાની સાઈટે ફંગોળાય પલટી જતા અકસ્માત સર્જાયો હતો.
DECISION NEWS મળેલ માહિતી મુજબ સાપુતારા થી સામગહન રાષ્ટીય ધોરીમાર્ગ ને.હા.નંબર NH 953 પર ત્રણ રસ્તા નજીક નાશિક થી સુરત જતી કાર નંબર MH 15 FT 9302 કાર ના ચાલક પુર ઝડપે કાર હંકારી સ્ટેરીંગ પર કાબુ ગુમાવી દેતાં રસ્તા ની સાઈટમાં ફંગોળાય બે-ત્રણ પલટી મારી ગઈ હતી. કારમાં બેસેલા પ્રવાસીઓ દબાઈ જતા આવતાં જતા વાહન ચાલકો દોડી આવી તેમને બાર કાડી નજીકના દવાખાનામાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતું.
આ અકસ્માત અંગે જાણ થતાં જ સાપુતારા પોલીસ ઘટના સ્થળે પોહચી ગઈ હતી અને આકસ્મિક ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.











