ધરમપુર: 15 મી ઓગસ્ટના આઝાદીના પર્વ પર વલસાડના ધરમપુર તાલુકામાં બીલપુડી ગામમાં આવેલી વનસેવા મહાવિદ્યાલય બી.આર. એસ કોલેજમાં શ્રી સાઈનાથ હોસ્પિટલના ખ્યાતનામ તબીબ ડૉ. હેમંત પટેલના હસ્તે ધ્વજવંદન કરાયું હતું.
Decision News ને મળેલી માહિતી મુજબ આ ધ્વજવંદન કાર્યક્રમમાં કોલેજના ઇ.આચાર્યા કોમલબેન ગામીત, પૂર્વ ઇ.આચાર્ય હરીશચંદ્ર પવાર, ક્લાર્ક રાજેન્દ્રસિંહ પરમાર, પ્રાધ્યાપકો, મહેમાનોની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમમાં દેશભક્તિના ગીતો, નૃત્ય રજૂ કર્યા હતા.
કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા વહેલી સવારે દેશભક્તિના નારા સાથે પ્રભાતફેરી પણ કાઢવામાં આવી હતી જે બીલપુડી ગામના મુખ્ય રસ્તા પર ફરી હતી. આ પ્રસંગે મુખ્ય મહેમાન બનેલા ડૉ. હેમંત પટેલે સ્વતંત્રતા પર્વની સૌને શુભેચ્છા પાઠવી હતી અને વિદ્યાર્થીઓ પોતાના ક્ષેત્રમાં મનચાહી મંજિલ પ્રાપ્ત કરે એવી શુભકામના પાઠવી હતી.

            
		








