જામનગર: સળગાવવા વાળા તમે જ છો તો હવે ઠારવાનો પ્રયત્ન ના કરો”, જામનગરમાં ભાજપના ધારાસભ્ય રીવાબા, સાંસદ પૂનમ માડમ નામની મહિલા નેતાઓ સામ સામે આવી ગયા અને બંને વચ્ચે તું તું મેં મેં થઇ ગયાનો વિડીયો સોશ્ધાયલ મીડિયામાં ખુબ વાયરલ બન્યો છે.

જુઓ વિડીયો…

ભાજપના MP પૂનમ માડમ, મેયર સાથે ભાજપના જ MLA રેવા બા વચ્ચે જામનગર શહેરમાં જાહેરમાં  બોલાચાલી થઇ ગઈ હતી. ભાજપના અમુક કાર્યકર્તાઓ જણાવે છે કે પાર્ટીના સિનિયર સાથે કેવી રીતે વર્તન કરવું એનું પ્રશિક્ષણ લેવાની જરૂર લાગે છે ધારાસભ્ય રેવાબા ને. ધારાસભ્ય રીવાબા જાડેજા અને મેયર બીનાબેન કોઠારી વચ્ચે તણખા ઝર્યા.. ‘ઓકાતમાં રહેજો અને વધુ સ્માર્ટ ન બનતા’ તેવું બીના બેનને રીવાબા જાડેજાએ રોકડું પરખાવી દીધું.. ‘તમે જ સળગાવ્યું છે’ તેમ જણાવીને સમજાવવા ગયેલા સાંસદ પૂનમબેન માડમ પણ ધારાસભ્યની ઝપટે ચડી ગયા.. આ આખો બનાવ મીડિયાની હાજરીમાં મહિલા આગેવાનો ના તમાશા ના ઘેરા પ્રત્યાઘાત.. જામનગર ભાજપ ના જ્વાળામુખી ની ઘટના ગાંધીનગર- દિલ્હી સુધી પહોંચી ગઈ હશે એ નક્કી છે.