આહવા: આજે સાંજે 6:00 કલાકે ગુજરાતના છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં આરોગ્યની સુવિધા કેટલે કથળી ચુકી છે તેનું ઉદાહરણ જોવા મળ્યું એમ કહેવામાં ખોટું નથી. આહવા સિવિલ હોસ્પિટલ એટલે કરોડોનું ખંડેર. કૂતરા બચકા ભરે, તો પણ દર્દીઓને કરાઈ છે વલસાડ રીફર……

Decision News ને મળેલી માહિતી મુજબ વાત એમ બની કે સંધ્યા સંદીપભાઈ ગાયકવાડ ગામ પાંઢરપાડા સુબીર ઉંમર માત્ર ચાર વર્ષ કે જેમને આંખ ના ભાગે એક કૂતરું બચકું ભરી જતાં પીપલદહાડ ખાતે CHC માં લઇ જવામાં આવી. ત્યાં સારવાર ના થઈ તો સુબીર CHC માં રિફર કરવામાં આવી, ત્યાં સારવાર ના થઈ તો આહવા ખાતે ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવી, આહવા ખાતે યોગ્ય ઈન્જેકશન ના હોવાથી, દર વખત ની જેમ આ ગરીબ પેશન્ટ વલસાડ જવા માટે કેહવામાં આવ્યું, અને રીફર ફોર્મ પર સહી કરાવી લેવામાં આવી, આહવા સિવિલ હોસ્પિટલ ખાતે ડાંગ થી તેમજ અન્ય રાજ્યમાંથી પેશન્ટ એટલા માટે સારવાર અર્થે આવતા હોઈ છે, કેમકે અહી હોસ્પિટલની બિલ્ડિંગ ઘણી જ વિશાળ છે, બહારથી વિશાળ દેખાતી આ સરકારી દવાખાનું અંદર થી એટલુ જ ખોખલું છે.

ડાંગના સામાજિક કાર્યકર તુષાર કામડી જણાવે છે કે એક ડોગ બાઈટ જેવી ઈજા માટે કોઈ પ્રાથમિક ઉપચાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એ ના મળે, કે આટલી મસમોટી સિવિલ હોસ્પિટલમાં પણ ના મળે, અને અહીંયા આવતા મોટે ભાગના દર્દીઓને વલસાડ સિવિલના દર્શન કરવા જ પડે છે. લોકો મફત સારવાર અર્થે અહી સાજા થવાની ઉમ્મીદ લઈને આવતા હોય જ્યાં આરોગ્ય તંત્ર ડાંગની ગરીબ જનતાના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતું આવ્યું છે. કારણ કે અહીંના સ્થાનિક આદિવાસી સમાજના દર્દીઓને આ તંત્ર દ્વારા કીડા માકોડા સમજવામાં આવે એમની જીવની કોઈ પરવા નથી, આ આરોગ્ય તંત્ર ક્યારે સફાળે જાગશે એનું કંઈ નક્કી નથી, અને ડાંગનું આરોગ્ય તંત્ર ઉપર હવે લોકોનો ભરોષો નથી.