સુબીર: આજ રોજ સુબીર તાલુકાના ઘાણા ગામમા પ્રા. શાળામાં પર ૭૭ માં સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગ્રામજનો શિક્ષકો તથા શાળાના બાળકો દ્વારા ગામમાં રેલી કાઢવામા આવી અને રેલીમાં બાળકો દ્રારા ભારત માતા કી જય અને વંદે માતરમ ના નારા બોલવામા આવ્યા હતા.
Decision News ને મળેલી માહિતી મુજબ ભારત માતા કી જય મહાત્મા ગાંધીજી કી જય રેલી મા ગામના લોકોએ પણ ખુબ ઉત્સાહથી ભાગ લીધો ત્યાર બાદ શાળામા રાષ્ટ્ર ધ્વજને સલામી આપવામાં આવી હતી ત્યાર બાદ મુખ્ય અતિથિ સરપંચ શ્રી કરીમભાઇ ખાસ્યા દ્રારા સંબોધનમાં આપણા દેશને આઝાદી અપાવનારા દેશભક્તોને યાદ કરવામા આવ્યા હતા.
ઘાણા ગામમાં ગાંધી વિચાર સાથે ગ્રામીણ વિકાસનું કાર્ય કરતા ગ્રામશિલ્પ શૈલેષભાઈ ઝાટીયા દ્રારા પણ ગ્રામજનોને કહ્યું કે દર વર્ષે આપણે સ્વતંત્ર દિવસ તો ઉજવીએ છીએ પણ આપણા ગામના બાળકો શિક્ષણમા આગળ વધે ગામનું નામ રોશન કરે અને દેશની પ્રગતિમાં પોતાનું યોગદાન આપે એવો પ્રયાસ આપણે કરવો જોઈએ અંતે શાળાના બાળકો શિક્ષકો ગ્રામજનો ચોકલેટ ખાઈ મોં મીંઠુ કરી ખુશી ખુશી ઘરે ગયા હતા.

