ચીખલી: આઝાદી કા અમૃત મહોત્સવની પૂર્ણાહૂતિ યાદગાર બનાવવા આજથી શરૂ કરી આગામી 31 ઓગસ્ટ સુધી સમગ્ર દેશમાં મારી માટી, મારો દેશ – માટીને નમન, વીરોને વંદન અભિયાન હાથ ધરી વીરોને સમર્પિત જુદા જુદા કાર્યક્રમો યોજાશે. ચીખલી તાલુકાના રાનવેરીકલ્લા ગ્રામપંચાયતમાં વીરોને સમર્પિત શિલાફલકમનું લોકાર્પણ કરાયું હતું.

Decision News ને મળેલી વિગતો મુજબ શિલાફલકમ ના લોકાર્પણ બાદ રાનવેરીકલ્લાના ખૂટાડીયા ગામના નિવૃત ASI મંગુભાઇ રવજીભાઈ પટેલનુ ગામના સરપંચ શ્રી. નીરવભાઈ અને તલાટી કમ મંત્રી શ્રી. રીનાબેન અને ગામના આગેવાન હસુખભાઈ એમ પટેલ અને હિતેષભાઇ પી પટેલના હસ્તે પુષ્પો અને સાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા. અને નિવૃત ASI મંગુભાઇ રવજીભાઈ પટેલના હસ્થે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ગામના પ્રથમ નાગરિક એવા નીરવભાઈ પટેલ ડેપ્યુટી સરપંચ નીતાબેન નીતિનભાઈ પટેલ, તલાટી કમ મંત્રી શ્રી. રીનાબેન, માજી સરપંચ શ્રી. સવિતાબેન હસમુખ ભાઈ પટેલ, તાલુકા પંચાયત સભ્ય શ્રી. પંકજભાઈ પટેલ ગામના આગેવાન હિતેષભાઇ પી પટેલ તેમજ પંચાયત સભ્ય શ્રી , ગામ પંચાયત પિયુન, કોમ્યુટર ઓપરેટર અને આરોગ્યની ટીમ તેમજ આશાવર્કર બહેનો આંગણવાડીના બેનો અને ગામની પ્રાથમિક શાળાના શિક્ષકો અને મોટી સંખ્યામાં શાળાના બાળકો એ ભાગ લીધો હતો. સુધા વંદન કાર્યક્રમ હેઠળ અમૃત વાટિકામાં વૃક્ષોનું રોપણ કરાયું હતું. અને પંચપ્રાણ પ્રતિજ્ઞા લેવામાં આવી હતી અને આ પ્રસંગે મહાનુભાવો અને ગ્રામજનોએ હાથમાં માટી સાથે સેલ્ફી લઈ દેશના વીર સપૂતોને યાદ કર્યા હતા.