સુબીર: 9 ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી આખા વિશ્વમાં કરવામાં આવે છે ત્યારે ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં આવેલ જામન્યામાળ ગામમાં યુવાનો દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી આદિવાસી લોકો જાગૃત બને અને તેમના હક્કો અને ફરજોથી અવગત થાય એ ઉદ્દેશ સાથે ઉજવણી કરી હતી.

Decision News ને મળેલી માહિતી મુજબ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં આવેલ જામન્યામાળ ગામમાં યુવાનો દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી આદિવાસી લોકો જાગૃત બને અને તેમના હક્કો અને ફરજોથી અવગત થાય તે માટે ગામમાં આદિવાસી યુવા મંડળ દ્વારા રેલી, વૃક્ષા રોપણ, સાથે ગામના વડીલો સાથે ગામનું વિકાસ થાય, શિક્ષણની જીવનમાં શું ભૂમિકા છે, બધા વિશે જાણકારી આપવામાં આવતી હોય છે આ વખતે પણ આ પ્રકારનું આયોજન થયું જેના મુખ્ય સુત્રધાર તરીકે વાઘમારે જમશભાઈ બી રહ્યા હતા.

આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે પંચાયતના માજી સરપંચ (શ્રી વિપુલભાઈ બી બારિશ), તાલુકાના યુવા મંત્રી (શ્રી ગાવિત વિનેશભાઈ) સાથે ગામના સભ્ય ( રાઉત ગમનભાઈ), હાજર રહ્યા હતા. ગામના યુવાનો દ્વારા બાઇક રેલી યોજી હતી, અને ત્યાર બાદ ગામના વિદ્યાર્થીઓ ને પ્રોત્સાહક રૂપે ( નોટબુક ) નું વિતરણ કરવામાં આવ્યું હતું. અને આદિવાસી પરંપરા મુજબ સ્પીકર દ્વારા કહડ્યા નૃત્ય કરવામાં આવ્યું અને ગામના તમામ રહેવાસીની સાથે બીજા ગામના યુવાનો, તથા વડોલોએ પણ ખૂબ સહકાર આપ્યો. અંતે ચોકલેટ ખવડાવી અને બધા ખુશી-ખુશી ઘરે ગયા .