વાંસદા: આજે પણ આદિવાસી પોતાના મૂળભૂત હકોથી વંચિત છે. સમાજના અન્ય વર્ગો સાથે તેઓ સમાન હકો ભોગવે તથા પોતાની સંસ્કૃતિને પણ જાળવી રાખે તે હેતુથી સમગ્ર વિશ્વમાં ‘વિશ્વ આદિવાસી દિવસ’ દિવસની ઉજવણી ક૨વામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે આદિવાસી લોકોના હકોનું સં૨ક્ષણ અને તેને વાચા આપવા માટે સમગ્ર વિશ્વમાં 9 ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 23 ડિસેમ્બર 1994 ના રોજ યુનાઈટેડ નેશન્સની જન૨લ એસેમ્બલીમાં 9 ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિન તરીકે ઉજવવાનું નક્કી થયું હતું. આ અગાઉ 1990 માં યુનાઈટેડ નેશન્સની મહાસભા દ્વારા 1993 ના વર્ષને આંત૨રાષ્ટ્રીય આદિવાસી વર્ષ જાહે૨ ક૨વામાં આવ્યું હતું. ત્યા૨બાદ યુનાઈટેડ નેશન્સની જન૨લ એસેમ્બલી દ્વારા વર્ષ 1994 થી 2004 અને ત્યારબાદ વર્ષ 2004 થી 2014 ના દશકાને આદિવાસી લોકો માટેના બે દશકાઓ જાહે૨ ક૨વામાં આવ્યા હતા.
વર્ષ 1992 માં રિયો ડી જાનેરો, બ્રાઝિલમાં પૃથ્વી પરિષદ યોજાઈ હતી. આ પરિષદમાં 68 દેશોના 400 જેટલા આદિવાસી આગેવાનો ભેગા થયા હતા. આ સંમેલનમાં ચર્ચાના અંતે સંયુકત રાષ્ટ્ર દ્વારા વર્ષ 1994 થી 62 વર્ષે 9 મી ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવાનું નક્કી ક૨વામાં આવ્યું હતું. ગુજરાતમાં 14.75 % વસતી આદિવાસી છે.