વાંસદા: ગતરોજ વાંસદા તાલુકામાં ઉનાઈ ખાતે આવેલી કર્મા ઇન્સ્ટિટ્યૂટમાં “કિશોરભાઈ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એગ્રિકલ્ચર સાયન્સ એન્ડ રિસર્ચ સેન્ટર, બારડોલી, ઊકા તરસાડીયા યુનિવર્સીટીના વિધાર્થી- વિદ્યાર્થીનીઓ NSS કેમ્પને લઈને આવ્યા હતા.
Decision News ને મળેલી માહિતી મુજબ કિશોરભાઈ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એગ્રિકલ્ચર સાયન્સ એન્ડ રિસર્ચ સેન્ટર, બારડોલી, ઊકા તરસાડીયા યુનિવર્સીટીના વિધાર્થી- વિદ્યાર્થીનીઓ NSS કેમ્પ માટે કર્મા ઇન્સ્ટિટ્યૂટમાં આવ્યા હતા. જેને લઈને ઊનાઈ ગામના આજુબાજુ ગામના પગતિશિલ ખેડૂતઓની રૂબરૂ મુલાકાત લીધી અને ભવિષ્યની અંદર યુથ સમાજ અને દેશમાં શુ મહત્વનો ફાળો આપ છે. એની ચર્ચા થઈ હતી.
આ પ્રસંગે પ્રોફેસર ડો. હેમંતભાઈ બાગુલ, ગૌરાંગ પટેલ કર્મા ઇન્સ્ટિટ્યૂટ ઉનાઈના CEO, ડો. ભાર્ગેશભાઈ, ડો. સુપ્રીયાબેન, વાંસદાના વિસ્તરણ અધિકારી કુંજનભાઈ અને BSCના એગ્રીકલ્ચરના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.











