દિવ્યભાસ્કર ફોટોગ્રાફ્સ

વાંસદા: વાપી-શામળાજી હાઈવે પર પડેલા મોટા-મોટા ખાડાઓ વાહનચાલકોને માથાના દુ:ખાવો બન્યા છે અને ઠેર ઠેર ખાડા જોવા મળી રહ્યા છે ત્યારે ઉનાઈના યુવાનો દ્વારા સ્વખર્ચે ખાડાઓ પુરવામાં આવ્યા હતા અને હવે હાઈવે ઓથોરિટી દેખાડો કરવા ખાડાઓ પૂરી રહ્યા હોવાનું સામે આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે દર વર્ષેની માફક આ વર્ષે પણ વાંસદા તાલુકામાંથી પસાર થતાં વાપી-શામળાજી હાઈવે પર પડતા ખાડાનું નિવારણ તંત્ર કરી શક્યું ન હતું જેને લઈને ઉનાઈના યુવાનો દ્વારા સ્વખર્ચે કરી કોઈ મુસાફરનો અકસ્માતમાં જીવ ન જાય એવા માનવતાના ઉદ્દેશ સાથે ખાડાઓ પુરવામાં આવ્યા હતા. ત્યારે વરસાદ ખુલતા જાણે હવે હાઈવે ઓથોરિટીને શરમ આવી હોય કે પછી દેખાડો કરવા અમુક અમુક જગ્યાઓ પર પડેલા ખાડાઓ પૂર્યા હતા જેને લઈને સ્થાનિક લોકોમાં હાસીનું પાત્ર બન્યું છે હાઈવે ઓથોરિટી..

હાઈવે ઓથોરિટી.. તંત્રનો ખાડાઓ પૂરવાનો નિષ્ફળ પ્રયાસ ખરેખર શરમજનક કહેવાય.. કેમ કે જ્યારે જરૂર હોય ત્યારે તંત્ર આંખો બંધ કરી બહેરા કાને લોકોનું ફરિયાદનું નિવારણ કરતું નથી અને લોકો જ્યારે સમસ્યાનું નિરાકરણ લાવી દે છે ત્યારે આવો દેખાડો કરે છે.. લોકો કહી રહ્યા છે રોડ પર પડતા ખાડાઓ જો અમારે જાતે જ પુરાવાના હોય તો રોડ ટેક્સ હવે નહિ ભરાઈ..  .