ડેડિયાપાડા: આજરોજ જિલ્લા પંચાયત સદસ્ય હિતેશભાઈ વસાવાની આગેવાની હેઠળ ડેડીયાપાડાના સરપંચ વર્ષાબેન અને પંચાયતના તમામ સભ્યો વેપારી મંડળ ગામના યુવાઓ વડીલો બહેનો મળીને મહાદેવ મંદિર અને પંચાયતની ખુલી જગ્યામાં વૃક્ષારોપણ કર્યું હતું.

Decision News ને ડેડીયાપાડાના સરપંચ વર્ષાબેન અને પંચાયતના તમામ સભ્યો વેપારી મંડળ ગામના યુવાઓ વડીલો બહેનો મળીને મહાદેવ મંદિર અને પંચાયતની ખુલી જગ્યામાં અલગ અલગ ફળાવ વૃક્ષો 1100 રોપાનું રોપાણ કરી આજના સમય વાતાવરણને જોતા પર્યાવરણની જાળવણી માટે વૃક્ષોનું માનવ જીવનમાં અતિ મહત્વ છે આપણા સૌની ફરજ છે વૃક્ષોનું જતન કરીએ વૃક્ષ વાવ માટે અભિયાન ચલાવીએ.

આ પ્રસંગે 1100 રોપાનું વૃક્ષારોપણ ડેડીયાપાડાના લોકો મળીને આ અનોખો કાર્યક્રમ સફળને બનાવ્યો અને આવનારા સમયમાં વધુ વૃક્ષારોપણના કાર્યક્રમો કરવાનો સંકલ્પ કર્યો હતો.