વલસાડ: મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર અને સમાજ સુરક્ષા વિભાગ વલસાડ દ્વારા આયોજિત “નારી વંદન ઉત્સવ” નિમિત્તે તારીખ 01/08/2023 થી 07/08/2023 સુધી લોક મંગલમ્ ચેરીટેબલ ટ્રસ્ટ, ખોબા અને શ્રી વનરાજ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ધરમપુરના સંયુક્ત ઉપક્રમે યોજાનાર છે.
Decision News ને મળેલી માહિતી મુજબ મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર અને સમાજ સુરક્ષા વિભાગ વલસાડ દ્વારા આયોજિત “નારી વંદન ઉત્સવ” નિમિત્તે તારીખ 01/08/2023 થી 07/08/2023 સુધી લોક મંગલમ્ ચેરીટેબલ ટ્રસ્ટ, ખોબા અને શ્રી વનરાજ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ધરમપુરના સંયુક્ત રીતે નારી સુરક્ષા ને લઈને વિવિધ કાર્યક્રમો આપનાર છે જેમાં વિદ્યાર્થીઓ વલસાડ જિલ્લાના અલગ અલગ જાહેર સ્થળોએ શેરી નાટકો ભજવશે.
ગતરોજ ‘નારી વંદન ઉત્સવ’ નિમિત્તે વલસાડ જિલ્લા કલેકટર કચેરી થી રેલી યોજાઈ હતી, આ રેલી યોજાય બાદ વલસાડ બસ ડેપો ખાતે ” મહિલા સુરક્ષા” થીમ ઉપર નાટક ભજવવામાં આવ્યું હતું.

