ડેડીયાપાડા: વર્તમાનમાં સરકાર યોજનાની ફાળવણી કરી દે છે પણ એ યોજનાનું અમલીકરણ થા છે કે નહિ તે જોવાનું ભૂલી જાય છે ત્યારે ગુજરાત સરકારના હસ્તક કાર્યરત ડેડીયાપાડા તાલુકામાં આવેલા ગામોમાં ફરતું પશુ દવાખાનુ પુરતા સ્ટાફ ન હોવાના કારણે ફરતું પશુ દવાખાનુ બંધ હાલતમાં નજર આવ્યું છે.
Decision News સાથે ટેલીફોનીક વાત કરતાં ગામના જાગૃત યુવાન ગંભીરભાઈ વસાવા જણાવે છે કે છેલ્લા એક મહિનાથી પશુ ડોક્ટર આવતા નથી. હાલમાં ચોમાસાનો સમય ચાલી રહ્યો છે ત્યારે પશુઓને અનેક જાતના રોગો થવાની સંભાવનાઓ રહેલી છે. આ ફરતાં દવાખાનાની અન્ડરમાં 10 ગામોમાં પશુઓની સારવારની ફરજ છે ત્યારે આ સમયે ફરતું પશુ દવાખાનુ બંધ હાલતમાં હોવાના કારણે ખુબ જ તકલીફ ઉભી થઇ ગઈ છે.
તેમણે વધુમાં જણાવ્યું કે ડેડિયાપાડાના 10 ગામોના પશુપાલકોને આવરી લેતા આ બંધ હાલતમાં રહેલું ફરતું પશુ દવાખાનું તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં આવે એવી ગ્રામજનો તરફથી અમારી માગ છે જેથી અહીના સ્થાનિક પશુપાલકોની પડતી હાલાકી ઓછી થાય.

